જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.
તમારે રસી કેમ મુકાવવી જોઇએ
રસીઓ લોકોને COVID-19થી ખૂબ બીમાર થવા સામે રક્ષણ આપવામાં સલામત અને અસરકારક છે. વાયરસ સામે મહત્ત્મ રક્ષણ સુનિશ્ચિત કરવા તમારે રસીઓથી અદ્યતન રહેવું મહત્ત્વપૂર્ણ છે. જે લોકો પાત્ર છે તેમના માટે અદ્યતન રહેવાનો અર્થ છે કે, તમે COVID-19 રસીકરણનો પ્રાથમિક કોર્સ અને ભલામણ કરેલ બુસ્ટર ડોઝ લીધો હોય.
રસી કેવી રીતે લેવી
રસીઓ તમારી સ્થાનિક દવાની દુકાન અને જીપીને ત્યાં ઉપલ્બ્ધ છે.
જો તમને લાંબા સમયથી ચાલતી તકલીફો હોય અથવા તમારે કેટલા ડોઝ લેવાની જરૂર છે તે વિષે ખાતરી ન હોય તો, તમારે જીપી સાથે વાત કરવી જોઇએ.
રસીઓ મફત છે અને રસી લેવા તમારે મેડીકેર કાર્ડની જરૂર નથી.
રસી કોણ મુકાવી શકે છે
૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિઓ રસીકરણ માટે પાત્ર છે. ૬ મહિના અને ૫ વર્ષની વચ્ચેની ઉંમરના કેટલાક પાત્ર બાળકોનું પણ રસીકરણ કરાવી શકાય છે.
૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેકને માટે બુસ્ટર ડોઝની ભલામણ છે, અને નીચેનાઓ માટે તેની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે:
- ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો
- વિકલાંગતા અથવા જટિલ આરોગ્ય સ્થિતિઓ ધરાવતાં ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો
ઓમિક્રોન પ્રકારને નિશાન બનાવતી નવી દ્વિસંયોજક (બાયવેલન્ટ) રસી બુસ્ટર ડોઝ તરીકે ઉપલ્બ્ધ છે.
તમારા છેલ્લા કોવિડ ડોઝ અથવા ચેપના ૬ મહિના પછી તમે તમારો બુસ્ટર ડોઝ લઇ શકો છો.
તમારા અને તમારા બાળક માટે કેટલા ડોઝ અને કઇ રસીની ભલામણ કરવામાં આવી છે તે વિષે તમારા જીપી સાથે વાત કરો. વધુ માહિતી માટે, રસી ની મુલાકાત લો.
તમારા રસીકરણ પછી
સોય મારી હોય ત્યાં દુખાવો, થાક, સ્નાયુઓમાં કળતર, તાવ અથવા ઠંડી લાગવી અને સાંધાનો દુખાવો જેેવી આડઅસરો કદાચ તમે અનભવો. આડઅસરો સામાન્ય બાબત છે અને તે રસી કામ કરી રહી છે તેની સંજ્ઞા છે. તે સામાન્ય રીતે હળવી હોય છે અને એક કે બે દિવસમાં મટી જાય છે.
ગંભીર આડઅસરો ભાગ્યે જ થાય છે. જો તમે ચિંતિત હોવ અથવા જો થોડા દિવસ પછી પણ કોઇ આડઅસર દૂર ન થઇ હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
COVID-19 રસીઓ વિષે
ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં લઇ શકાય તે પહેલાં દરેક રસીઓને ઓસ્ટ્રેલિયન થેરાપ્યુટિક ગુડ્ઝ (ઓસ્ટ્રેલિયાનું ઉપચારક સામગ્રીનું વહીવટી મંડળ) દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ચુસ્ત સલામતી ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. તેનો વહિવટ યોગ્યતા પ્રાપ્ત આરોગ્ય પ્રદાતાઓ દ્વારા કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયામાં ત્રણ જાતની રસીઓ ઉપલ્બ્ધ છે અને તેમના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે:
- ફાઇઝર
- મોડર્ના
- નોવાવેક્સ
લોકો તેમની ઉંમર અને આરોગ્ય સ્થિતિ અનુસાર જુદી-જુદી રસીઓ મેળવી શકે છે. તમારા માટે કઇ રસી યોગ્ય છે તે જાણવા તમારા જીપી સાથે વાત કરો.
વધુ માહિતી
હેલ્થ ડિરેક્ટ સેવા નો ઉપયોગ કરીને જીપીને ત્યાં અથવા દવાની દુકાનમાં તમારો આગામી ડોઝ બુક કરાવો. વધુ માહિતી માટે, રાષ્ટ્રીય કોરોનાવાયરસ સહાય રેખાને ૧૮૦૦ ૦૨૦ ૦૮૦ પર ફોન કરો.
Reviewed 02 August 2023