જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.
તમારું અને અન્યોનું COVID-19થી રક્ષણ કરો
COVID-19 હજી પણ સમુદાયમાં ફેલાય રહ્યો છે. અમુક લોકોને તે હજી પણ ખૂબ બીમાર કરી શકે છે. તમારું રક્ષણ કરવું એ અન્યોનું રક્ષણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમને COVID ન થાય તો તમે COVID ફેલાવશો નહિં.
પરીક્ષણ કરાવો
ઘરે રહો અને રેપિડ એન્ટિજન પરીક્ષણ કરો, જો તમને:
- નાકમાંથી પાણી નીકળવું, ગળામાં ખરાશ, ખાંસી, તાવ અથવા ઠંડી લાગવી જેવા ચિન્હો હોય.
- COVID-19 થયો હોય તેવા કોઇના સંપર્કમાં આવ્યા હોવ.
જો તમારું પરીક્ષણ નકારાત્મક આવ્યું હોય તો, તમારે બીજા થોડા દિવસ સુધી રેપિડ એન્ટિજન પરીક્ષણો કરતાં રહેવું જોઇએ અને તમારાં ચિન્હો દૂર થાય ત્યાં સુધી ઘરે રહેવું જોઇએ.
જો રેપિડ એન્ટિજન પરીક્ષણનો ઉપયોગ કરીને તમને હકારાત્મક પરીક્ષણ મળે તો તમારે આરોગ્ય ખાતાને તમારા પરિણામની જાણ કરવી જોઇએ. તમે પરિણામ અથવા ૧૮૦૦ ૬૭૫ ૩૯૮ પર ફોન કરીને જણાવી શકો છો. જો તમે તમારા પરિણામની નોંધ કરાવશો તો, તમે તબીબી સંભાળ અને COVID દવાઓ નિઃશુલ્ક મેળવી શકો છો.
જો તમે COVID-19થી ખૂબ બીમાર થઇ શકો તેમ હોવ તો, એક જીપીને પીસીઆર પરીક્ષણ કરવા કહો. જો તમે પીસીઆર પરીક્ષણથી હકારાત્મક પરિણામ મેળવો તો તમારે તમારા તેની જાણ કરવાની જરૂર નથી.
COVID-19 પરીક્ષણ વિષે વધુ માહિતી મેળવો.
તમારા આરોગ્યની સંભાળ લો
જો તમારું COVID-19 પરિક્ષણ હકારાત્મક આવે તો, તમારે આરામ કરવો જોઇએ અને એક જીપી સાથે વાત કરવી જોઇએ. મોટાભાગનાં લોકોને હળવાં લક્ષણો હશે અને તેઓ ઘરે જ સારાં થઇ જશે. તમારે:
- ઓછામાં ઓછાં ૫ દિવસ ઘરે જ રહેવું જોઇએ. નોકરી પર કે શાળાએ ન જવું જોઇએ. હોસ્પિટલો, વૃદ્ધ સંભાળ સુવિધાઓ અને વિકલાગં સેવાઓથી દૂર રહો.
- જો કટોકટીનાં સંજોગોમાં તમારે ઘરની બહાર નીકળવું જ પડે તેમ હોય તો, માસ્ક પહેરો. સર્જીકલ અથવા N૯૫ પ્રકારના માસ્ક ઉત્તમ છે.
- તમે તાજેતરમાં જેમને મળ્યાં હોવ અથવા જ્યાં ગયા હોવ તેવી સ્થળોએ લોકોને જણાવો કે તમને COVID થયો છે.
જો તમારા લક્ષણો વણસે તો, તમારે એક જીપી સાથે વાત કરવી જોઇએ અથવા જીપી શ્વસનતંત્ર નો સંપર્ક કરો.
તમે ૧૮૦૦ ૦૨૦ ૦૮૦ પર રાષ્ટ્રીય કોરોનાવાયરસ ને પણ ફોન કરી શકો છો.
જો તમે જીપી સાથે વાત ન કરી શકો તો તત્કાળ સંભાળ માટે, વિક્ટોરિયાના વર્ચુઅલ ઇમર્જન્સી ને ફોન કરો.
કટોકટીમાં ત્રણ શૂન્ય (૦૦૦) પર ફોન કરો.
તમે વધુમાં વધુ ૧૦ દિવસ સુધી ચેપી હોય શકો છો. જો તમને નાકમાંથી પાણી નીકળતું હોય, ગળામાં ખરાશ હોય, ખાંસી, તાવ, ઠંડી લાગવી, પરસેવો થવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા ચિન્હો હોય તો તમારે ઘરે જ રહેવું જોઇએ. જો તમને ખાતરી ન હોય તો રેપિડ એન્ટિજન પરીક્ષણનો ઉપયોગ કરો અથવા જીપી સાથે વાત કરો.
સહાય
વધુ માહિતી માટે:
- જો તમારું COVID-19નું પરીક્ષણ હકારાત્મક આવે તો શું કરવું તે માટે COVID-19 માટે તપાસ ની મુલાકાત લો
- લક્ષણો અને ઘરે જ તમારાં આરોગ્યની સંભાળ કેવી રીતે રાખવી તે માટે COVID-19નું ની મુલાકાત લો.
કોઇની સાથે વાત કરવા:
- રાષ્ટ્રીય કોરોનાવાયરસ ને ૧૮૦૦ ૦૨૦ ૦૮૦ પર ફોન કરો
- અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો
COVID દવાઓ વિષે પુછો
COVID દવાઓ જીવ બચાવે છે અને લોકોને COVID-19થી અત્યંત બીમાર થવાથી અટકાવે છે. શ્રેષ્ઠ કામગીરી માટે તે જેટલી બને તેટલી વહેલી અને બીમાર થયાના પહેલાં પાંચ દિવસમાં લેવાવી જોઇએ.
તમે COVID દવાઓને પાત્ર છો કે કેમ તે જાણવા આ નાં જવાબ આપો. જો તમને લાગતું હોય કે તમે પાત્ર છો તો, એક જીપી સાથે વાત કરો. પાત્ર વ્યક્તિઓ ઝડપથી સારવાર મેળવી શકે તે સુનિશ્ચિત કરવામાં જીપી સહાય કરી શકે છે
વધુ માહિતી માટે વાયરસ વિરોધી અને અન્ય જુઓ.
માસ્ક પહેરો
માસ્ક તમને COVID-19 થતો અને તેનો ફેલાવો કરતાં અટકાવી શકે છે. માસ્ક સારી ગુણવત્તાનાં અને ચહેરા પર સારી રીતે બંધ બેસે તેવા હોવા જોઇએ. એન૯૫ અને પી૨ (રેસ્પીરેટર) માસ્ક સૌથી વધુ રક્ષણ આપે છે.
તમારે નીચેના સંજોગોમાં માસ્ક પહેરવો જોઇએ:
- જાહેર પરિવહનો પર, જાહેર સ્થળોની અંદર અને બહાર ભીડવાળી જગ્યાઓમાં.
- જો તમને COVID-19 થયું હોય અને તમારે ઘરની બહાર નીકળવું જ પડે તેમ હોય
- જો તમે, બીમાર થવાનું જોખમ ખૂબ જ વધુ હોય તેવા કોઇની સાથે હોવ.
૨ વર્ષ અને તેથી નાની ઉંમરના બાળકોએ માસ્ક ન પહેરવો જોઇએ કારણ કે, તેમાં ગૂંગળાવાનું અને રૂંધાવાનું જોખમ છે.
વધુ માહિતી માટે, ચહેરા પરના જુઓ.
તમારો રસીનો આગામી ડોઝ મેળવો
તમારું અને પરિવારનું COVID-19થી ખૂબ જ બીમાર થવા સામે રક્ષણ કરવા રસીઓ શ્રેષ્ઠ માર્ગ છે. તમારે તમારા માટે ભલામણ કરાયેલ રસીઓથી અદ્યતન રહવું જોઇએ. કેટલા ડોઝની ભલામણ કરવામાં આવી છે તે જાણવા એક જીપી સાથે વાત કરો.
તમને COVID-19 થઇ ચુક્યો હોય તો, પણ તમારે રસીકરણ કરાવવું જોઇએ. જીપી અથવા સ્થાનિક દવાની દુકાનમાં રસીનો તમારો આગામી ડોઝ બુક કરાવવા રસી કેન્દ્ર નો ઉપયોગ કરો.
વધુ માહિતી માટે COVID-19 જુઓ.
તાજી હવા અંદર આવવા દો
COVID-19 હવામાં ફેલાય છે. ઇમારતની અંદર તાજી હવા આવવા દેવાથી COVID-19ના ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે. અન્યો સાથે ઇમારતની અંદર ભેગા થતી વખતે શક્ય હોય તો બારીઓ અથવા બારણાં ખોલી નાંખો. જો તમે તેમ કરી શકો એમ ન હોય તો, પોર્ટેબલ એર ક્લિનરનો (HEPA ફિલ્ટર) ઉપયોગ કરો, જે હવામાંથી સૂક્ષ્મ કણોને દૂર કરવાનું કામ કરે છે.
COVID-19માંથી સાજા થવું
ઘણાં લોકો તેઓ ચેપગ્રસ્ત ન રહ્યા પછી પણ COVID-19થી અસ્વસ્થતા અનુભવી શકે છે. તમારા શરીરને પૂર્ણ રીતે સાજા થવા જરૂરી સંભાળ અને સમય આપો.
ચેપ લાગ્યા પછી રસીનો આગામી ડોઝ લેતાં પહેલાં તમારે ૩ મહિના રાહ જોવી જોઇએ. આનાથી તમને વાયરસ સામે ઉત્તમ સુરક્ષા મળે તે સુનિશ્ચિત થશે.
તમે સાજા થાવ પછી ૪ અઠવાડિયા જેટલા ટૂંકા સમયમાં તમને ફરીથી COVID-19 થઇ શકે છે. જો તમને ચેપ લાગ્યાનાં ૪ અઠવાડિયા કે વધુ સમય પછી લક્ષણો જણાતાં હોય તો, તમારે પરીક્ષણ કરાવવું જોઇએ.
જ્યારે COVID-19ના લક્ષણો ૩ મહિનાથી વધુ સમય સુધી રહે તેને લોંગ COVID કહે છે. તમારે એક જીપીનો સંપર્ક કરવો જોઇએ કે જે તમને તમારાં લક્ષણોનું સંચાલન કરવામાં સહાય કરી શકે છે અથવા જરૂર પડ્યે તમને નિષ્ણાતનો સંદર્ભ આપી શકે છે.
લોંગ વિષે વધુ માહિતી મેળવો.
જો તમે સંપર્ક હોવ
જેનું પરીક્ષણ હકારાત્મક આવ્યું હોય તેવા કોઇની સાથે તમે ઘરમાં રહેતાં હોવ અથવા તેમના નજીકનાં સંપર્કમાં આવ્યા હોવ તો, તમને COVID-19 થવાનું જોખમ છે.
જેમનું પરીક્ષણ હકારાત્મક આવ્યું હોય તેવા કોઇના સંપર્કમાં આવ્યા પછી તમારે તમારા ચિન્હો પર નજર રાખવી જોઇએ અને ૭ દિવસ સુધી નિયમિતપણે પરીક્ષણ કરતાં રહેવું જોઇએ. આ સમય દરમ્યાન ભલામણ કરવામાં આવે છે કે, તમે:
- હોસ્પિટલો, વૃદ્ધ સંભાળ સુવિધાઓ અને વિકલાંગ સેવાઓમાં જવાનું ટાળો
- ઘરની બહાર નીકળો ત્યારે જાહેર પરિવહનો અને નોકરી અને શાળા જેવા ઇમારતની અંદર આવેલા સ્થળો સહિતની જગ્યાએ માસ્ક પહેરો
- જ્યારે શક્ય હોય ત્યારે ઇમારતોની બારીઓ ખોલીને તાજી હવા અંદર આવવા દો
વધુ માહિતી માટે સંપર્કો માટેની તપાસ જુઓ.
Reviewed 12 December 2022